મારી દ્રષ્ટિએ લેખક...

લેખકને સર્જક કહેવામાં આવે છે,સામાન્ય માણસથી જેની વિચારસરણી દ્રષ્ટિકોણ અલગ હોય તે છે લેખક.જેને શબ્દની માવજત કરીને આખીય ઘટનાને વાર્તા કે લેખમાં ફેરવવાની હોય છે.કોઈ પણ ઘટનાનો ઝીણવટ પુર્વક અભ્યાસ કરી તેને ચોક્કસ સ્વરૂપ આપવાનું હોઈ લેખકને સર્જક કહ્યો છે,જે ઘટનાનું સર્જન કરે છે,કોઈપણ ઘટનાક્રમમાં મહત્વની ભુમિકા સર્જકની હોય છે.લેખકની ભુમિકા અહમ હોય છે કોઈવાર સંચાલનકર્તા તો કોઈવાર સંવાદદાતા બની જાય છે તો કોઈવાર એક્ટરની ભુમિકામાં પણ હોય છે.તમારી સર્જનાત્મકતા અને કલ્પના મહત્વની છે,પાત્રોને આપવામાં આવતી કામગીરી પણખુબ મહત્વ છે,જે વાર્તા નવલકથા કે લઘુકથાની સુંદરતા વધારે છે.લેખકની ભૂમિકા તો પહેલાં સારા શ્રોતા અને સારા વાંચકની પણ હોય છે.વાંચકવર્ગને એવી ઉત્કૃષ્ટ સાહિત્યરુપી ભેટ આપવાની હોય છે કે સમાજને કંઈ પ્રેરણા મળે ઘટનાનો સાર પોતાની ઉપર લખાયેલો છે,આ કહાનીના નાયક તરીકે દરેક વાંચકવર્ગ પોતાની જાતને જુએ,એમાંથી કંઈક શીખે પાત્રોને કોઈ દોષમાં નહી પણ મુક્તમને વિહરવા દેવાના હોય છે,નવરસની સાથે સાથે સાહિત્યનો પ્રકારની પણ સૂઘડતા શબ્દભંડોળને ભાષામાં સ્પષ્ટવક્તાપણુ છલકાવવુ લેખક પોતે શું આપી શકે છે,એના પરથી લેખકનો માપદંડ નક્કી થાય છે.સાહિત્ય એ વાસ્તવિકતાનુ ઉંડાણપુર્વક અધ્યયન સમાજની વાસ્તવિકતાને સાહિત્યના પ્રકાર દ્વારા છતો કરવાનું મુખ્યકામ હોય છે તો એ લેખકનું છે,માટે લેખક એક સર્જક છે આ વાત સ્વીકારવી જ રહી....

Write a comment ...

Shaimee oza लफ्ज्

Show your support

આપ જો હેલ્પ કરશો તો મને પ્રોત્સાહન અને આર્થિક સહાય મળશે...

Write a comment ...

Shaimee oza लफ्ज्

I am writer, future social worker