એક યાદગાર સ્કુલની છત

પ્રેમ જ્યારે સ્વતંત્ર સ્વરૂપમાં હોય ત્યારે આનંદની અનુભૂતિ કરાવે છે,પરંતુ જ્યારે પ્રેમમાં જબરજસ્તી રુપી કડવાશ આવે ત્યારે એજ પ્રેમ પીડા આપે છે,એ.અનુભવ આપણે ચાહતને પુછીએ...

ચાહત સ્કૂલમાં હતી.યુવાનીની સાથે તેનું રૂપ પણ સોળેકલાએ ખીલ્યું હતું,તેના દિવાના ઓની સંખ્યા ઘણી હતી,એમાં એકનામ અજય પણ હતું,અજય હેન્ડમ નો'હતો,એવું પણ નો'હતુ,પણ ચાહત આ બધાંથી અલગ જ હતી.તેના મિત્રો સાથે વાતોમાં પરોવાઈ હતી,કોઈ અજાણ્યા વ્યક્તિનું તેની તરફ જોવુ,તેને અકડાવી રહ્યું હતું,પણ તેને આ વાત ક્લાસરુમમાં  કોઈની જોડે સબંધ ન બગડે તે માટે મૌન સેવેલુ,પણ આજ મૌન તોડવુ પડેલું.

          કોઈની પાસેથી જાણવા મળેલું કે અજય તેને ખુબ પ્રેમ કરે છે, તેના ક્લાસરુમના અજયનુ આ વર્તન તેને ખટકતુ હતું,તેને ઝગડો કરવાની જગ્યાએ શાંતિથી કામ લીધું.

            "એ....અજય મારે તને મળવું છે,તુ મને સ્કૂલની છત પર મળ તારી જોડે વાત કરવી છે,જે અહીં નથી કરી શકાય...."આટલું કહીને બોલાવ્યો.

             અજય સપનાંની દુનિયામાં નવા નવા રંગ ભરી રહ્યો હતો,"બોલ શું કામ બોલાવ્યો ચાહ...તે?"અજયે નખરાળુ સ્મિત કરી કહ્યું.

               "ઓહ...અજય પ્લીઝ...મહેરબાની કરી આ નથી બરાબર થઈ રહ્યું,તને નથી ખબર મારો બાપ મોટો ગૂંડો છે,એને ખબર પડશે તો મારુ જીવવુ હરામ કરશે પણ તને પણ જીવતો નહીં રાખે...

             અજય પોતાની વાતને આગળ વધારતા કહે"અરે....તને હું ગમું છું પેલા એ કહે...."
            પછી તારા પપ્પાને મનાવવાની જવાબદારી મારી છે,પેલા કહે તુ...!!

ચાહત રડતા રડતા અજયથી પોતાની નજર છોડાવી રહી હતી,અજય તેના મનની વ્યથા સમજી ગયેલો.

ચાહતે પોતાની જાતને ઠીક કરતાં કહ્યું"જો અજય "જબરજસ્તી પ્રેમ"ન થાય,તુ કોઈ તારા લાયક બીજી શોધી લે.કેમ કે તારા મારા પ્રેમનું કોઈ જ ભવિષ્ય નથી દેખાતુ,હું પણ નથી ઈચ્છતી કે તુ તારુ ભવિષ્ય બગાડે..."

       અજયે ચાહતની મનની વાત ઝુકી રહેલી નજર પરથી જાણી લીધી.અજય કંઈ સમજ્યા જાણ્યા વગર જ ચાહતને તસતસતુ ચુંબન આપી દીધું,ચાહત પોતાની જાત પર જાણે કાબુ ખોઈ જ બેઠી,પણ પોતાની જાતને બહુ મુશ્કેલીથી સંભાળી.ચહેરે શરમથી પોતાની જાતને અરીસામાં નિહાળી સવારનો પ્રસંગ વાગોળી તે હસી રહી હતી.

        ચાહત મસ્તીખોર છોકરીમાંથી આજે પોતાની જાતને લજામણી સ્ત્રી તરીકે જોઈ રહી હતી.બીજા દિવસે એને અજય ફરી છત પર મળ્યા,જ્યાં અટક્યા હતા ત્યાંથી વાત શરૂ થઈ ચાહતે રોમેન્ટિક મુળમાં કહી જ દીધું,
એ....અજય...તે મારો હાથ થામવાનો નિર્ણય કર્યો જ છે તો આજીવન પકડી રાખજે....મને આવા મૃગજળની આદત નથી.

"થશે....થશે.....રાણીજી તમારી આ ઈચ્છા પણ પુરી ...અમે તો તમારા જ દિવાના છીએ મેડમ તો આજીવન મને સહન કરવાની આદત તમે પણ પાડજો..."આટલું કહીને અજયે અટ્ટહાસ્ય કર્યું

"ચાલ....જા....હવે જુઠ્ઠા ખોટી પ્રશંસા કરતા તુ નહીં લાજે..."આટલું કહી ચાહત અજયને મારવા પાછળ પડી ગઈ."

એ ચાહત....રિલેક્સ ડિયર.....આટલું કહી ઉત્સુક ચાહતને શાંત પાડે છે.

પરંતુ ચાહતને  કોઈ આવતુ તો નથી ને એ ભય તેને સતાવી રહ્યો હતો,પણ મનથી તેને આ બધું ગમી રહ્યું હતું....તે ચોતરફ જોઈ રહી હતી.

તુ તમતમારે આનંદ કર કોઈ નહીં આવે વ્હાલી.ઉ....મમમા....કોઈ આવે તો જવાબ આપવાની જવાબદારી મારી

તે અજયને કોઈપણ હિસાબે દુર કરવા નોહતી માંગતી.આ રોમેન્ટિક દ્રશ્ય જોઈ શરમ સુરજ પણ ઢળી ગયો,બે પ્રેમીઓને પ્રાઈવસી આપવા...

"કોઈવાર જબરજસ્તીથી થયેલો પ્રેમ પણ આપણું જીવન બની જાય છે,અને આ બધું અચાનક જ બની જાય છે,પણ યાદગાર બની જાય છે,

દિલની આદત તો તમે જાણો જ છો,એને તો ક્યાં સંતોષ હોય છે,દિલ માંગે થોડા મોર...આ દિલ અસંતોષી ભિખારી બનતું જાય...પ્રેમ અને જંગમાં બધું જ પોષાય છે.❤️😍🌹

          શૈમી ઓઝા "લફ્ઝ"

    


Write a comment ...

Shaimee oza लफ्ज्

Show your support

આપ જો હેલ્પ કરશો તો મને પ્રોત્સાહન અને આર્થિક સહાય મળશે...

Write a comment ...

Shaimee oza लफ्ज्

I am writer, future social worker