પ્રેમનો કરાર અનલિમિટેડ....

શમાની કોલેજ પુરી થતાંની સાથે જ કંપનીમાં નોકરીએ લાગી ગયી.બહુ બધી જગ્યાએ ઈન્ટરવ્યૂ આપ્યા પણ નિયતિ તેને અહીં ખેંચી લાવી.
નવી નવી હતી એટલે પહેલાં બહુ અઘરું લાગી રહ્યું હતું,સમય જતા બધું પોતાનું લાગી રહ્યું હતું.સ્ટાફમિત્રો પણ બહુ સારા હતા. પણ તેના બોસ આયાન યહુજા સાથેની કેમેસ્ટ્રી બહુ સારી હતી જે ચર્ચાનો વિષય બની રહેલી.કેટલીક બહેનો જેલસી ફિલ કરતી.તો કેટલીક આ વાતની મસાલા ન્યૂઝ બનાવતી.

શમા તેના સર આયાનને બધાં વચ્ચે તો સર કહેતી પણ જ્યારે તેઓ ખાનગીમાં બેઉ એકલા હોય ત્યારે મિત્રની જેમ વર્તતા.તે મિત્રતા હવે પ્રેમનું સ્વરૂપ ધરી રહી હતી...આ સફર અચાનક જ કેવી રીતે ચાલુ થઇ જેની ખબર એમને પણ ન રહી.

આયાન પણ શમા સાથે ખાનગીમાં મજાક મસ્તી કરી લેતો.આમને આમ દિવસો વિતી રહેલા

એ...આયાન આપણું આમ નજીક આવવું એ થોડી ઉતાવળ નથી લાગતી...જનાબ આ બાબતે આપનુ શું કહેવું....??શમાની વાતનો જવાબ આયાને મજાકમાં આપ્યો,આપણી દોસ્તી પ્રેમમાં પરિણમવી હોય તો ભલે પરિણમે આપણો આ લવ કોન્ટ્રાક્ટ એક જન્મ સુધી નહીં પણ જન્મોજનમ સુધી અનલિમિટેડ અવેલેબલ રહેશે એ પ્રોમિસ છે જાનેમન...🤣😍🌹

શૈમી ઓઝા "લફ્ઝ"


Write a comment ...

Shaimee oza लफ्ज्

Show your support

આપ જો હેલ્પ કરશો તો મને પ્રોત્સાહન અને આર્થિક સહાય મળશે...

Write a comment ...

Shaimee oza लफ्ज्

I am writer, future social worker